Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકામાં જન્મ-મરણ શાખાની ઘોર બેદરકારી: અરજદારો પરેશાન, માનસરના સરપંચે કલેક્ટરને કરી...

મોરબી મહાનગરપાલિકામાં જન્મ-મરણ શાખાની ઘોર બેદરકારી: અરજદારો પરેશાન, માનસરના સરપંચે કલેક્ટરને કરી રજૂઆત

મોરબી મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં ચાલતી ઘોર બેદરકારી અને અરજદારો સાથે થતા અસભ્ય વર્તનને લઈને માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્ર પી. ઠોરીયા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. માનસર ગામના અંદાજે ૧૫ જેટલા બાળકોના જન્મના દાખલામાં આખું નામ નોંધાવવા માટે ગત ૨૨ મે ૨૦૨૬ના રોજ ઓનલાઈન અરજી કરવામાં આવી હતી અને તેના જરૂરી તમામ જૂના દાખલા તથા પુરાવાઓ પણ ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જમા કરાવી દેવામાં આવ્યા હતા. આમ છતાં, લાંબા સમયથી અરજદારોને ખોટા ધક્કા ખવડાવીને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે.

સરપંચએ અરજીમાં જણાવ્યુ છે કે, જ્યારે પણ અરજદારો શાખાની મુલાકાતે જાય છે ત્યારે ત્યાં ફરજ બજાવતા ‘બુચભાઈ’ નામના કર્મચારી નશામાં હોય તેવું વર્તન કરે છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ આ કર્મચારીનો દારૂ પીધેલી હાલતનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે. તદુપરાંત, ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના રોજ રૂબરૂ મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા આજે-કાલે દાખલા મળી જશે તેમ કહીને બાદમાં “હજુ ૧૫ દિવસ થશે અને જિલ્લામાં જવું પડશે” જેવા બિનજવાબદાર જવાબો આપીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં આખા નામના જન્મના દાખલા રજૂ કરવાના હોય, અધિકારીઓની આ પ્રકારની કામચોરી અને નિષ્કાળજીના કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને જન્મ-મરણના કામકાજ માટે એક જ ટેબલના બદલે વધારાના ટેબલ મૂકવામાં આવે તથા આ શાખામાં યોગ્ય અને જવાબદાર અધિકારી/કર્મચારીની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કલેક્ટર તથા મહાનગરપાલિકા કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular