Homeગુજરાતમોરબીહળવદના ચરાડવા ગામ પાસે ઓઇલ મિલના ગોડાઉનમાંથી રૂ. 10.64 લાખના જીરાની ચોરી

હળવદના ચરાડવા ગામ પાસે ઓઇલ મિલના ગોડાઉનમાંથી રૂ. 10.64 લાખના જીરાની ચોરી

હળવદ-મોરબી હાઇવે રોડ પર આવેલા ભવાની ઓઇલ મિલના ગોડાઉનમાંથી પાછળનો દરવાજો તોડી અજાણ્યા તસ્કરો ૧૦૨ બાચકા (કુલ ૨૮૦ મણ) જીરું, જેની કિંમત રૂ. ૧૦,૬૪,૦૦૦/- થાય છે, તેની ચોરી કરી ફરાર થઈ ગયા છે. વરસાદી સીઝન દરમિયાન મિલના ગોડાઉનમાં તપાસ કરવા જતાં આ ચોરીનો ભેદ ખુલ્લો પડ્યો હતો, જે અંગે હાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને ખેતી કરતા ઘનશ્યામસિંહ દેવુભાઈ પઢીયાર (ઉ.વ.૫૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના ચરાડવા ગામે હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ભવાની ઓઇલ મીલના ગોડાઉનમા જીરાના બાચકા ભરેલ હોય તેમાથી કુલ-૧૦૨ બાચકા જીરુ કુલ- ૨૮૦ મણ જેની કુલ કિંમત રૂપીયા-૧૦,૬૪,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમ કોઇપણ રાત કે દિવસના સમયે ગોડાઉનમા પ્રવેશ કરી કોઈ વાહનમાં ભરી ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular