Homeગુજરાતમોરબીમોરબી તાલુકા પંથકમાં મહિલા પર હુમલો અને છેડતી: ત્રણ લોકો સામે ફરિયાદ

મોરબી તાલુકા પંથકમાં મહિલા પર હુમલો અને છેડતી: ત્રણ લોકો સામે ફરિયાદ

મોરબી તાલુકા વિસ્તારમાં ઘર પાસે આવી ગાળો આપી મહિલા પર હુમલો કરવા, ડાબો હાથ મરોડી ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડવા તથા બળજબરીથી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કરી છેડતી કરવા મામલે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ આરોપી મહેશ ઉર્ફે ડેગો કેશુભાઈ પરમાર, નીતીન ઉર્ફે બેરો વાલજીભાઈ પરમાર, પુજાબેન નીતીન ઉર્ફે બેરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તમામ આરોપીઓ ફરીયાદી પાસે આવી જેમફાવે તેમ ગાળો બોલી અને આરોપી મહેશએ ફરીયાદિનો હાથ વાળી અને આરોપી નિતીનએ શરીરે મારમારેલ અને બોલવા લાગેલ કે ચાલ અમારી સાથે મોટર સાયકલમા બેસી જા તેમ કહી, શરીરે જેમફાવે તેમ શરીરે અડપલા કરેલ છે અને આરોપી પુજાબેએ શરીરે મારમારતા ડાબા હાથમાં ફેક્ચર જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular