Homeગુજરાતમોરબીવાંકનેરમાં સોનીની દુકાનમાંથી ૧.૮૫ લાખની સોનાની બાલી ચોરનાર બે મહિલા ગિરફ્તાર

વાંકનેરમાં સોનીની દુકાનમાંથી ૧.૮૫ લાખની સોનાની બાલી ચોરનાર બે મહિલા ગિરફ્તાર

વાંકાનેર: સોની દુકાનદારની નજર ચૂકવીને સોનાની બાલી(નથડી)ની ચોરી કરતી બે મહીલાને વાંકાનેર સીટી પોલીસ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરીયાદી અરવિંદભાઇ જીવણભાઇ કુમખાણીયા રહે. સરોડી ગામ તા-થાનગઢ જી-સુરેન્દ્રનગર વાળાની વાંકાનેર મેઇન બજારમાં નવકાર સિલેકરન સામે ખુશાલ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીના લે-વેચની દુકાનમા બે મહીલા ગ્રાહક તરીકે આવી દુકાનદારને વાતોમાં રાખી ધ્યાન ભટકાવી સોનાની બાલી(નથડી) નંગ-૬૫ જેની કિ.રૂ-૧,૮૫,૦૦૦/-ના મતાની ચોરી કરી એક બીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોઇ જે ગન્હાની ગંભીરતાને ધ્યાને લઈ

વાંકાનેરના સોની દુકાનદારની દુકાનમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ આધારે તેમજ પોલીસ સ્ટાફના હ્યુમન સોર્સીસ આધારે સાથેના પોલીસને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મેળવી બે મહીલાઓ મનીષાબેન ધીરૂભાઇ વસરામભાઇ સોલંકી/ રહે.મંગલમ પાર્ક-૦૧ ખોડીયારનગર ગોંડલ જી-રાજકોટ તથા મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઇ મનોજભાઇ રાઠોડ રહે. ઉંબાળા ચોકડી ગોંડલ જી-રાજકોટવાળાને ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ચોરીમા ગયેલ મુદામાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા રીકવર કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular