Homeગુજરાતમોરબીટંકારા પોલીસે જુગારના બે અડ્ડા પર દરોડા, મોરબી મહાનગરપાલિકાના સ્ટાફ સહિત 9...

ટંકારા પોલીસે જુગારના બે અડ્ડા પર દરોડા, મોરબી મહાનગરપાલિકાના સ્ટાફ સહિત 9 ઝડપાયા, 1 ફરાર

બંને કેસમાં રૂ.1.80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

ટંકારા: શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે ટંકારા પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. હડમતીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા હતા, જ્યારે એક ઇસમ પોલીસની રેઇડ દરમિયાન નાસી છૂટ્યો હતો. બીજી તરફ, ટંકારા-લતીપર રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા મહાનગરપાલિકાના સ્ટાફ સહિત છ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

બંને કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.1,80,700નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હડમતીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં જેરામભાઈ મોહનભાઈ ખાખરીયા, સાગરભાઈ કાનજીભાઈ ખાખરીયા અને કાનજીભાઈ પ્રેમજીભાઈ ખાખરીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે પ્રવિણભાઈ ઉર્ફે ગડુ ગગીજીભાઈ વાઘેલા ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના, રોકડા રૂ.23,200 અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.28,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીમાં નીરજભાઈ પ્રવિણભાઈ કુકડીયાના રહેણાંક મકાનમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં નીરજભાઈ કુકડીયા, નવઘણભાઈ ઝાપડા, આશિષભાઈ રાઠોડ, સાગરભાઈ રૂપાલા, કેવલભાઈ કલોલા અને પ્રવિણભાઈ કાઠરને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં ઝડપાયેલા છ ઇસમોમાં મહાનગરપાલિકાના સ્ટાફનો પણ સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 52 ગંજીપત્તાના પાના, રૂ.92,500 રોકડા અને છ મોબાઇલ ફોન કિંમત રૂ.60,000 મળી કુલ રૂ.1,52,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ટંકારા પોલીસે બંને કેસમાં કુલ 10 ઇસમો સામે કાર્યવાહી કરી છે, જેમાંથી 9 ઇસમો ઝડપાયા છે અને એક ઇસમ ફરાર છે. પોલીસે બંને બનાવ અંગે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular