મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી ગેરકાયદેસર વેચાણ માટે રાખવામાં આવેલો પરપ્રાંતીય બિયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે દરોડા દરમિયાન આરોપી પોલીસના હાથે ઝડપાયો ન હતો.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે વનાળીયા ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ગેરકાયદેસર રીતે બિયરનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ઓરડીમાંથી કુલ 96 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 12,000 હોવાનું સામે આવ્યું છે. પોલીસે બિયરનો જથ્થો જપ્ત કરી લીધો હતો.
આ મામલે પોલીસે વનાળીયા ગામના રહેવાસી સલીમભાઈ ગુલામહુશેનભાઈ સુમરા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન આરોપી ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.