પૈસા ન આપો તો ઘરેણાં-વાહન વેચી નાખવાની અને આત્મહત્યા કરવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં આક્ષેપ
હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામમાં દારૂના નશામાં ધૂત પુત્રએ પિતા અને પરિવાર સાથે ગાળાગાળી કરી, બહેન પર લાકડાના ધોકા વડે હુમલો કરનાર આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે રહેતા છનાભાઈ કાનાભાઈ મકવાણા (ઉં.વ. ૬૩)એ આરોપી પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદીનો દિકરો થતો હોય અને તેના કહ્યામાં ન હોય અને ઘરેથી પૈસા વાપરવા નહી આપેતો ઘરેણા તથા વાહન વેચી નાખવાની કે આપધાત કરી લઇશ તેમ ધમકી આપતો હોય અને જાહેરમાં અગશ્લીલ હરકતો કરી ફરીયાદીને અશ્લીલ શબ્દો બોલી સાથી જ્યોતિબેનને લાકડાના ધોકા વડે માર મારેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.