મોરબી-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે પૂર્વ મંજૂરી મેળવ્યા વિના વાહનો રોકીને ટ્રાફિક જામ કરનાર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરનાર ત્રણ ઈસમો સામે ટંકારા પોલીસે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આજે અમુક ઇસમોએ પૂર્વ મંજુરી લીધા વગર લજાઇ ચોકડી ખાતે ટ્રાફીક જામ કરી વિરોધ પ્રદર્શન કરતા હોય જેથી લજાઇ ચોકડી ખાતે ટંકારા પોલીસ સ્ટાફ સાથે જઇ તપાસ કરતા હાર્દિકભાઇ નાનજીભાઇ ઘોડાસરા (ઉવ-૩૫) રહે.મોરબી-૦૧ રવાપર ચોકડી દર્પણ સોસાયટી, બંસીભાઇ દિનેશભાઇ દલસાણીયા (ઉવ-૨૯) રહે.મોરબી-૦૧ કન્યા છાત્રાલય રોડ, પંકજભાઇ દયારામભાઈ મસોત (ઉવ-૫૫) રહેલજાઇ ગામ તા-ટંકારા જી-મોરબીવાળા ઇસમો મોરબી-રાજકોટ નેશનલ હાઈવે રોડ લજાઇ ચોકડી ખાતે વાહનો રોકી વાહન અકસ્માત થાય તે રીતે ટ્રાફીક જામ કરી બેનર સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય જે તમામ ઇસમોને ડીટેઇન કરી ટ્રાફીક કલીયર કરાવી વાહન વ્યવહાર ચાલુ કરાવેલ તેમજ તાજેતરમાં હળવદ તાલુકાના રાયધ્રા, પાંડાતીરથ, સરભંડા, રણછોડગઢ વિસ્તારમાં તાલુકા પંચાયત સદસ્યની પેટા ચુંટણી ચાલુ હોય જેથી અન્ય વિસ્તારમાં તેની અસર થઇ શકે તેમ હોય અને આ ઇસમોએ કોઇ પણ જાતની પૂર્વ મંજુરી લીધેલ ન હોય અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓના જાહેરનામાનો ભંગ કરી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ૨૮૫ મુબજ ગુનો કરેલ હોય જે અંગે ફરીયાદ રજિસ્ટર કરી તમામ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.