Homeગુજરાતમોરબીમોરબીના ગાળા ગામની સીમમાં વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

મોરબીના ગાળા ગામની સીમમાં વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

09 જુગારીઓ રૂ. 2.92 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા; રોકડ રૂ. 2.16 લાખ અને 9 મોબાઇલ કબજે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં વિનોદભાઇ બચુભાઇ કડીવાર રહે-વાધપર તા.જી.મોરબી વાળાની કબ્જો હેઠળની વાડીમાં જુગાર રમતા ફૂલ-૦૯ ઇસમો હર્ષદભાઈ મધુસુદનભાઈ હળવદીયા રહે-જેતપર તા.જી.મોરબી, અશ્વિનભાઈ હિરજીભાઈ ભટાસણા રહે-શાસ્ત્રીનગર શેરી નંબર ૦૩ રવાપર રોડ મોરબી, ભાવેશભાઈ ઉર્ફે ભગીરથભાઈ રૂપાભાઈ અમૃતીયા રહે-જેતપર મોટી ટાંકી વાળી શેરીમાં તા.જી.મોરબી, વિજયભાઈ ધનજીભાઈ ચાડમીયા રહે-રવાપર ગામ એરીયા પાનવાળી શેરીમાં મોરબી, જયદિપભાઈ અવચરભાઈ કગથરા રહે-શુકન એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૧૦૨, ક્રિષ્ના સ્કુલ પાસે રવાપર રોડ મોરબી, પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ ઝાલા રહે-મુળ-જુના સાદુળકા હાલ રહે. અમરનગર, તા.જી.મોરબી, ગણપતભાઈ મનહરભાઈ જાનવા રહે-જેતપર ગૌશાળા સામે, તા.જી.મોરબી, જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર રહે-વાઘપર તા.જી.મોરબી, વિનોદભાઈ બચુભાઈ કડીવાર રહે-વાઘપર તા.જી.મોરબીવાળાને રોકડ રૂ. ૨,૧૬,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૯ કી.રૂ. ૭૬૦૦૦/- મળી કુલ રૂપીયા ૨,૯૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા ૪,૫ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular