મોરબી તાલુકાના રાજપર ગામે ક્રિષ્ના પાર્ક-૧ માં રહેતા યુવક પર જૂની અદાવતમાં બોલાચાલી બાદ ઘરનો દરવાજો તોડીને હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મનોજ પનારા, યોગેશ અને અન્ય ચારથી પાંચ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા ૨૧ વર્ષીય યુવક કરણભાઈ ઉર્ફે જતીન દિનેશભાઈ ડાંગર એ આરોપી મનોજભાઈ પનારા, યોગેશભાઈ, તથા અજાણ્યા ચાર થી પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મોટા બાપુના દિકરા મુકેશભાઈ ડાંગર સાથે આરોપીઓને કોઈ બાબતે ઝઘડો થયેલ હોય અને ફરીયાદી પોતાના મોટાબાપુ ના ઘરે હાજર હતા ત્યારે આરોપીઓએ ત્યા આવી આરોપી મનોજ પનારા તથા યોગેશભાઈએ ફરીયાદી તથા સાથીને મુકેશ ડાંગર બાબતે પુછપરછ કરી ખરાબ ગાળો આપી મકાનના હાલમાં ધકો મારી પ્રવેશી ફરીયાદીનો કાઠલો પકડી બહાર શેરીમા લઇ જઇ ત્યા આરોપી મનોજએ ઢીંકા પાટુનો મારમારી તથા છરીથી જમણા હાથની હથેળીમાં તથા માથામા મુંઢ ઈજા કરી તેમજ આરોપી યોગેશભાઈએ તથા તેમની સાથે આવેલ ચાર પાંચ અજાણ્યા ઇસમોએ ફરીયાદીને ઢીંકાપાટુનો માર મારી જપાજપી કરી છાંતીના નખોળીયાથી ઇજાઓ કરી આરોપી મનોજએ ફરીયાદીને તથા સાથીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૧૫(૨),૧૧૮(૧), ૩૫૨,૩૫૧(૨), ૩૩૩,૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.