મોરબી જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભાની બેઠક આવનારી ૧૨ ઓગસ્ટ ૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા પંચાયત ભવન (શોભેશ્વર રોડ) ખાતેના સભાખંડ (રૂમ નં. ૧૯) માં યોજાનાર છે. આ બેઠકમાં જિલ્લાના ગ્રામીણ વિકાસ, માળખાકીય સુવિધાઓ અને વહીવટી નિર્ણયોને લગતા વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા અને આખરી આયોજન કરવામાં આવશે.
કાર્યસૂચિ:
1. સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત.
2. સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા બાબત.
6. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૧૯૧(૩) ક ની જોગવાઈ અન્વયે બીનખેતીની જમીન ઉપર લેવામાં આવતા ઉપકરનો તા. ૦૧/૦૮/૨૦૨૬ થી મોરબી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં એકસમાન દર નિયત કરવા બાબત.
7. જિલ્લા સામાજીક ન્યાય સમિતિમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે કાળાભાઈ ગોકુળભાઈ મકવાણાએ તા.૦૯/૦૭/૨૦૨૬ ના પત્રથી કો-ઓપ્ટ સભ્ય તરીકે રાજીનામું આપેલ હોય રાજીનામું મંજુર કરવા તેમજ તેઓની જગ્યાએ નવા કો-ઓપ્ટ સભ્યની નિમણુંક કરવા બાબત
8. પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૬ ના પત્રથી જિલ્લા શિક્ષણ સમિતિમાં સભ્ય પદે રહેવા માંગતા ન હોય સમિતિમાં સભ્ય પદેથી રાજીનામું આપેલ હોય રાજીનામું મંજુર કરવા તેમજ તેઓની જગ્યાએ નવા સભ્યની નિમણુંક કરવા બાબત
9. જિલ્લા પંચાયત સ્વભંડોળ (પ્રમુખશ્રીની ઐચ્છિક ગ્રાન્ટ ) યોજના વર્ષ:-૨૦૨૫-૨૬ હેઠળ મંજુર થયેલ કામોની મુદ્દત વધારવા બાબત.