Homeગુજરાતમોરબીમોરબી: સાસરિયાંના ત્રાસથી પરિણિતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો, પતિ સહિત 05...

મોરબી: સાસરિયાંના ત્રાસથી પરિણિતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો, પતિ સહિત 05 સામે ફરિયાદ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામનાની દીકરી મોરબીમાં સાસરે હોય જ્યાં મોરબીમાં સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પી લેતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણિતાના પિતાએ પતિ, સાસુ, સસરા અને બે નણંદ સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે રહેતા નટવરલાલ દેવશીભાઇ ચોથાણી (ઉ.વ.૬૨) એ આરોપી મંથનભાઈ જીતેન્દ્રભાઈ ઘેટીયા, અવંતીકાબેન જીતેન્દ્રભાઈ ઘેટીયા રહે. બંને રવાપર ઘુનડા શેડ એપાર્ટમેંટમાં મોરબી તથા જિજ્ઞાસાબેન જીતેન્દ્રભાઈ ઘેટીયા, જીતેન્દ્રભાઈ ઘેટીયા, રમાબેન જીતેન્દ્રભાઇ ઘેટીયા રહે. ત્રણે ટંકારા વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દીકરી પુજબેનને તેમના પતી મંથનભાઈ તથા નણંદ અવંતીકાબેન તથા જિજ્ઞાસાબેન તથા સાસુ રમાબેન તથા સસરા જિતેન્દ્રભાઇએ અવાર નવાર કામ બાબતે તેમજ પ્રસંગમા જવા બાબતે મેણાટોણા મારી તે મજ માનસિક ત્રાસ આપી તેમજ આરોપી મંથનભાઈએ ફરીયાદીથીને તુ અમને જોઈતી નથી તેને રાખવી નથી તેમ બોલી માનસિક ત્રાસ આપી માર મારી તેમજ આરોપી અવંતિકાએ ફરીયાદીને કામ કરવા બાબતે જેમ તેમ બોલી માનસિક ત્રાસ આપી માર મારી તેમજ આરોપી જીજ્ઞાસાબેન , જીતેન્દ્રભાઈ, રમાબેનએ બોલાચાલી કરી અપમાન જનક વર્તન કરી ઝગડો કરતા લાગી આવતા ફરીયાદીના દીકરી પુજાબેનએ એસીડ પી ગયેલ ત્યારબાદ પરણિતાના પિતાએ તમામ આરોપોઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular