Homeગુજરાતમોરબીમોરબી: શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી પરિણિતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે...

મોરબી: શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી પરિણિતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે નોંધાવી ફરિયાદ

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં હાલ પિયરે રહેતી પરિણિતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં હાલ પિયરે રહેતી અમીરૂનબેન સદામહુસેન લૌલાડીયા (ઉ.વ.૩૧) એ આરોપી સદામહુસેન સલીમભાઈ લોલાડીયા, સલીમભાઈ ઉમરભાઈ લોલાડીયા, સઈદાબેન સલીમભાઈ લોલાડીયા રહે. ત્રણેય ભાટીયા સોસાયટી સુર્યમુખી હનુમાનજીની મંદી રવાળી શેરી ગોકુળ વાંકાનેર તથા સબનમબેન જાબીરભાઈ ધોણીયા રહે. બગદાદી હાઇટ્સમા મહેન્દ્રપરા મેઈન રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા તથા નણંદ તમામે તેમના લગ્નજીવન દરમિયાન અવાર નવાર ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતોમા હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી પતિએ અવાર નવાર મારકુટ કરી તેમજ મનફાવે તેમ ગાળો આપી એક બીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular