Homeગુજરાતમોરબીહળવદ-સરા રોડ પર પૂરના પાણી ઓસરતા વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

હળવદ-સરા રોડ પર પૂરના પાણી ઓસરતા વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

મોરબી જિલ્લાના હળવદ થી સરા માર્ગ પર આવેલા કોઝવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઉતરી જતાં, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રસ્તાની સ્થિતિની તાત્કાલિક ચકાસણી કરીને વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરી દેવામાં આવ્યો છે.

કોઝવે પરથી પાણી ઓસરી જતાં તંત્ર દ્વારા સલામતીને સુનિશ્ચિતતા કરીને આ રસ્તો તમામ પ્રકારના નાગરિકો અને વાહનો માટે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો છે. માર્ગ પુનઃ કાર્યરત થવાથી હળવદ અને સરા વચ્ચેના દૈનિક વાહનવ્યવહાર અને જનજીવન પૂર્વવત બન્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી અધિકૃત સૂચનાઓનું પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular