Homeગુજરાતમોરબીમોરબી જિલ્લામાં મેસરિયા-અદેપર રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ

મોરબી જિલ્લામાં મેસરિયા-અદેપર રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ

વાહનચાલકોએ સમઢિયાળા-સતાપર માર્ગનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવા અનુરોધ

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે મેસરિયા થી અદેપર તરફ જતા રોડ પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું હોવાથી, કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ન સર્જાય તે અર્થે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

વાહનચાલકો તથા સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સમઢિયાળા – સતાપર વાળા રોડને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવા માટે જણાવવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ધોવાયેલા બંધ રસ્તા પર જવાનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular