Homeગુજરાતમોરબીમોરબીનો મચ્છુ-3 ડેમ 80% ભરાયો, એલર્ટ જાહેર: મોરબી-માળિયાના 21 ગામોને સાવચેત રહેવા...

મોરબીનો મચ્છુ-3 ડેમ 80% ભરાયો, એલર્ટ જાહેર: મોરબી-માળિયાના 21 ગામોને સાવચેત રહેવા તંત્રની અપીલ

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ નજીક આવેલા મચ્છુ-૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણીનો સંગ્રહ 80 ટકા સુધી પહોંચી ગયો છે. ડેમની જળસપાટી 26.04 મીટરે પહોંચતા અને કુલ જળજથ્થો 4.340 MCM નોંધાતા સિંચાઈ વિભાગ દ્વારા રાત્રે 10:00 વાગ્યે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સંબંધિત અધિકારીઓને સત્તાવાર એલર્ટ મોકલવામાં આવ્યો હતો.

ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી જરૂરિયાત મુજબ વધારાનું પાણી નદીના વહેણમાં છોડવામાં આવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા (મી.) તાલુકાના કેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મી.), હરીપર અને ફતેપર ગામોના લોકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્રે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, ઢોર-ઢાંખર અને માલ-મિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular