હળવદ: મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડ અને LCBની ટીમે હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે રેડ પાડીને વાડીની ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, કડીયાણાથી પાંડાતીર્થ જવાના રસ્તે આવેલી લાલજીભાઈ કાનજીભાઈ કોળી (ઉં.વ. ૨૦) રહે. કડીયાણાની વાડીની ઓરડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૧ કિંમત રૂપિયા ૨૩,૫૭૭ નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.