Homeગુજરાતમોરબીલજાઈના જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણીનું આયોજન: સુંદરકાંડ, મહાઆરતી અને મહાપ્રસાદ...

લજાઈના જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણીનું આયોજન: સુંદરકાંડ, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે

ટંકારા:ટંકારા તાલુકાના શ્રદ્ધાધામ એવા જોગ આશ્રમ, લજાઈ મુકામે આગામી તારીખ 29/7ને બુધવારના રોજ હિન્દુ ધર્મના પવિત્ર પર્વ ‘ગુરુપૂર્ણિમા’ની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પાવન પ્રસંગે આશ્રમ પરિસરમાં સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની રેલમછેલ જોવા મળશે, જેમાં નકલંક સંપુટ મંડળ તથા વીરપર સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડના પાઠ, પ્રભુ ધૂન, ભજન અને કીર્તનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સંધ્યાકાળે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતી યોજાશે અને ત્યારબાદ તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ આધ્યાત્મિક મહોત્સવને ભાવપૂર્વક દીપાવવા માટે જોગ આશ્રમ સમિતિ-લજાઈ દ્વારા મોરબી, ટંકારા તેમજ બહારગામ વસતા તમામ ગુરુભક્તો અને ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારવા માટે હાર્દિક અને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular