Homeગુજરાતમોરબીમોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ; એક ઈસમ...

મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ; એક ઈસમ ફરાર 

મોરબીના શનાળા રોડ પર આવેલા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બાતમીના આધારે પાડવામાં આવેલી રેડ દરમિયાન પોલીસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલાને ઝડપી પાડી છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેણાંક મકાનમાં રેડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ -૧૦ કિંમત રૂપિયા ૩૬૮૦૦ ના મુદામાલ સાથે મહિલા આરોપી કાજલબેન ધર્મેન્દ્રભાઇ દેવાયતકાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ આરોપીના પતિ ધર્મેન્દ્રભાઇ રોહિતભાઈ દેવાયતકાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular