Homeગુજરાતમોરબીટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

કુલ રૂ. ૪૪.૭૬ લાખના મુદ્દામાલ સાથે ૯ ઈસમો ઝડપાયાં

ઓમ વિલામાં આવેલ મોરબી મનપાના મહિલા કોર્પોરેટરના પતિ ના નામના બાંગ્લામાં ચાલતું હતું જુગરધામ, મોરબી મહાનગરપાલિકા ના મહિલા કોર્પોરેટર ના પતિના અંગત વ્યક્તિ દેવશંકર શિતાણી દ્વારા ચલાવાતું હતું જુગારધામ,જોકે પોલીસે બંગલાના માલિકના નામનો ઉલ્લેખ કરવો પણ ટાળ્યું હોવાની ચર્ચા.

 

ભુજ બોર્ડર રેન્જ આઈજીની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટંકારાના ધુનડા (સ.) ગામની સીમમાં આવેલા ઓમ વિલા બંગલામાં દરોડો પાડીને જુગાર રમતા ૯ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ બોર્ડર રેન્જ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ -૨ સરહદી ભુજની ટીમનાઓ મોરબી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ફરતા ફરતા ધુનડા(સ) સજનપર રોડ પર આવેલ ખાનગી રાહે બાતમી મળેલ કે દેવશંકર હિંમતલાલ સીતાણીનાઓ પોતાના અંગત ફાયદા માટે ઓમ વિલા બંગલા નં-એ-૩ માં જુગારનો અખાડો ચલાવતા હોય અને હાલે પ્રવૃતિ ચાલુ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા ૦૯ ઈસમો હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા (ઉવ.૩૬) રહે ચરાવડા દેવડીયા રોડ તા.હળવદ, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (ઉવ.૩૭) રહે.પ્રમુખ સોસાયટી પંચાસર રોડ મોરબી, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા (ઉવ.૩૦) રહે.કુબેરનગર-૨, ત્રીલોકધામ નવલખી રોડ મોરબી, નરોતમભાઈ વિરજીભાઈ ફેફર (ઉવ.૪૮) રહે.વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ નરસંગ ટેકરી મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (ઉવ.૫૬) રહે. ગંજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ તા.ધ્રોલ જી.જામનગર, રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી ઉવ.૪૦ રહે. નેસડાસુરજી તા.ટંકારા, ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી (ઉવ.૩૩) રહે.શકિત સોસાયટી ફેલ્ટ નં-૩૦૧ મોરબી, જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા (ઉવ.૪૨) રહે.ન્યુ ચંન્દ્રેશસોસાયટી શેરીનં-૩ મુન નગર મોરબી, દેવશંકર હિમંતલાલ શિતાણી (ઉવ.૪૯) રહે.રાજનગર પંચાસર રોડ મોરબીવાળાને રોકડા રૂ.૨૪,૩૦,૮૦૦, તથા મોબાઇલ ફોન નંગ-૦૯ કિ.રૂ .૪૬૦૦૦ તથા ફોરવ્હીલ વાહન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦, ૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૪,૭૬, ૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular