વાંકનેર-મોરબી હાઈવે પર કારખાને જતી યુવતીઓની છેડતી કરી આઈસર ચાલકે ફિલ્મી ઢબે ઈકો ગાડીનો પીછો કર્યો હતો. રસ્તામાં ત્રણ જગ્યાએ ગાડી આંતરી રોડ રોમિયોએ દીકરીને તમાચો મારી તેમજ વચ્ચે બચાવવા પડેલા પિતા પર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ઈકો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડે આરોપી સચિન રાજેશભાઈ અહિરવાડ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પોતાના હવા લાવાળુ આઈસર વાહન રજીસ્ટર નંબર-GJ- 03-BT-9427 વાળુ લઈને ફરીયાદીની ઈક્કો ગાડીમા સાથીઓ બેસેલ હોય જેની પાછળ પાછળ આવી સાથીઓના ચેનચાડા, છેડતી કરી ફરીયાદી તથા સાથીને ભુંડાબોલી ગાળો આપી ઢીક્કા પાટુનો મારમારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.