Homeગુજરાતમોરબીમોરબીમાં હૃદયકંપાવનારી ઘટના: ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતા શખ્સ...

મોરબીમાં હૃદયકંપાવનારી ઘટના: ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતા શખ્સ વિરુદ્ધ ફરીયાદ

ગુજરાતમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અને વિકૃત માનસિકતા દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો મોરબી તાલુકામાંથી સામે આવ્યો છે. મોરબીના ઊંચી માંડલ ગામ નજીક જાહેરમાં ગાય માતા સાથે અશ્લીલ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય (સંભોગ) કરવાનો પ્રયાસ કરનારા એક વિકૃત શખ્સ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશિપમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ પારેજીયાએ આરોપી કૈલાસ દોલારામ ગામેતી રહે. રાજસ્થાનવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી ઉંચી માંડલ ગામ પાસે આવેલ બાપા સિતારામ હોટલ પાસે ગાયનું પુછડુ પકડીને મરડી ખેચી રાખી ગાયને પીડા થાય તેવી રીતે બાજુમાં ઉંચા ઓટલા પાસે લઈ જઈને ઓટલા ઉપર ચડીને જાહેરમાં ગાય સાથે સંભોગ કરવાની કોશીષ કરી જાહેરમાં અશ્લીલ કૃત્ય કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular