Homeગુજરાતમોરબીમોરબી મચ્છુ -2 ડેમ નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂની 493 બોટલો સાથે...

મોરબી મચ્છુ -2 ડેમ નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂની 493 બોટલો સાથે એક ઝડપાયો 

પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનના ઇંગ્લીશદારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મચ્છુ-૨ ડેમ પાસેથી ઇકોકારમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા કુલ બોટલો નંગ- ૪૯૩ કિ.રૂ. ૧,૨૮,૫૧૩/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૫,૨૮,૫૧૩/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની ઇકોગાડી રજી.નં.GJ-09-BJ-4437 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને મોરબીના બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રફાળેશ્વર તરફથી નીકળી જોધપર નદી તરફ આવે છે. તેવી બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી ફોરવ્હીલ કારની વોચમાં મચ્છુ-૨ ડેમ નજીક નર્મદા કેનાલ પાસે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી ઇકોકાર નિકળતા તેને રોકી ચેક કરતા આ ગાડીમાં પાછળના ભાગે તથા ગાડીની નીચે એમ બે ચોરખાના બનાવેલ હોય જે બંન્ને ચોરખાનામાંથી ઇંગ્લીશદારૂની હેરાફેરી કરતા કુલ બોટલો નંગ- ૪૯૩ કિ.રૂ. ૧,૨૮,૫૧૩/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૫,૨૮,૫૧૩/-ના મુદામાલ સાથે આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા (ઉ.વ.૩૩) રહે.હાલ સુવાડાગામ કટોસણ રોડ તા.દેત્રોજ જી.મહેસાણા મુળ રહે. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર પ્રવિણસિંહ ઝાલા રહે.થરા તા. કાંકરેજ જી.બનાસકાંઠા તથા મંગાવનાર અરવિંદભાઇ દાદુભાઇ બાટી રહે.મોરબી વજેપરવાળા આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ આ ઇકોકારનો ચાલક બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા ઉ.વ.૩૩ રહે.હાલ સુવાડાગામ કટોસણ રોડ તા.દેત્રોજ જી.મહેસાણા મુળ રહે.મોરબીવાળો પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ સી પાર્ટ ગુ.ર.નં.૦૧૧૭/ ૨૦૨૬ પ્રોહિ કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) વિ.મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી આ બાબતે સાંતલપુર પો.સ્ટે. ખાતે જાણ કરવા તજવીજ કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular