હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાંથી જુગાર રમતા કુલ પાંચ આરોપીને રોકડ રૂા.૫૭,૬૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે કડિયાણા ગામની સીમ પાંડાતીરથ ગામે જવાના રસ્તે ક્રિકેટના મેદાનમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી કુલ પાંચ ઇસમો કરશનભાઇ વાઘજીભાઈ ઉડેચા રહે ગામ નવા કડિયાણા તા.હળવદ, રાયમલભાઇ શેલાભાઈ ઠુંગા રહે ગામ કડીયાણા તા.હળવદ, બીપીનભાઇ જગદીશભાઈ માકાસણા રહે ગામ ચરાડવા તા.હળવદ, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા રહે.ગામ ચરાડવા તા.હળવદ, ભવાનભાઈ વિરમભાઇ સરૈયા રહે.ગામ દેવીપુર તા.હળવદવાક્ષાને રોકડ રકમ રૂ.૫૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.