Homeગુજરાતમોરબીહળવદના દેવળીયા ગામે મોબાઈલ ચોરીની શંકા રાખી યુવકો પર ખૂની હુમલો

હળવદના દેવળીયા ગામે મોબાઈલ ચોરીની શંકા રાખી યુવકો પર ખૂની હુમલો

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે મોબાઈલ ચોરીની સામાન્ય શંકા રાખીને એક જ ગામના ચાર શખ્સોએ બે ભાઈઓ સહિત ચાર લોકો પર લોખંડના પાઈપ, લાકડી અને છરી જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હોવાની‌ ફરીયાદ નોંધાઈ છે.

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા મેહુલભાઈ દેવશીભાઈ વડેચા (ઉ.વ. ૨૩) એ તેમના જ ગામના આરોપી ફિરોજ ઇશાભાઈ મિયાણા, વિરલ રતિલાલ મિસ્ત્રી, યુવરાજસિંહ ચકુભા દરબાર, એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના ભાઈ રાહુલભાઈ સાથે મોબાઇલ ચોરવા બાબતે આરોપી ફિરોજ તથા વિરલએ બોલાચાલી ઝઘડો કરેલ હોય જે અંગેનો ખાર રાખી આરોપીઓએ ભેગા મળી ફરિયાદીના ઘર પાસે જઈ ફરિયાદી તથા સાથીને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ઝઘડો કરી આરોપી ફિરોજએ લાકડાના ધોકાથી ફરિયાદીને માથામાં ઈજા કરી તથા આરોપી યુવરાજએ છરીથી સાથી વિપુલભાઈને પડખામાં એક ઘા મારી ઈજા કરી તથા બધા આરોપીઓએ ભેગા મળી પોતાની પાસે રહેલ છરી તથા લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ થી ફરીયાદિ તથા સાથીઓને આડેધડ માર મારી સાથી કામલેશભાઈને મોઢાના ભાગે ફેકચર જેવી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular