મોરબી સાયબર ક્રાઇમ પોલિસ સ્ટેશન ખાતે “ સાયબર ફ્રોડનો એક ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જેમાં ફરીયાદીના સંતાનો મોરબી નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય અને ફરીયાદીના પત્નીને સ્કુલ સંચાલકના નામથી ફોન કરી ઓ.ટી.પી. મેળવી વ્હોટસએપ હેક કરી સાહેદોને ઈમોશનલી બ્લેકમેલ કરી રૂ.૩૦,૦૦૦/- કઢાવી લઈ અન્ય સાથીને રાત્રીના સમય દરમ્યાન જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૧૦,૦૦, ૦૦૦/- ખંડણી પેટે માંગેલ તેમજ મોરબી ઈ-ઝોન સ્કુલમાં ભણતા બાળકોના વાલીઓનુ, બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકડાયેલ વ્યક્તિઓના વ્હોટસએપ ગૃપ હેક કરી તેઓ પાસે સ્કુલ ફી તેમજ ડરાવી ધમકાવી બળજબરીપુર્વક નાણા કઢાવવા પ્રયત્ન કરી ગુન્હો આચરવામાં આવેલ.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા સાયબર ટીમ દ્વારા તપાસ હાથ ધરી અલગ અલગ ટેકનીકલી માહીતી એકત્રીત કરી ગુનામા સંડોવાયેલ આરોપી બાબતે બાતમી મેળવતા આરોપી અગાઉ આ પ્રકારના ૧૩ ગુન્હાઓ આચરેલ હોય અને ગુન્હો આચરી આરોપી ગોવા રાજ્યમા જતો રહેતો અને આરોપી વધુ ભાગે ટ્રેનના જનરલ ડબામાં મુસાફરી કરતો હોવાની વિગતો એકત્રીત કરી આરોપી હસ્તગત કરવા ટેકનીકલ માધ્યમ અને હ્યુમન સોર્સીસથી વધુ તપાસ કરતા સંડોવાયેલ આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઇ પ્રજાપતીની અટક કરી રીમાન્ડ અર્થે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીના દિન-૩ ના રીમાન્ડ મંજુર કરતા આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આરોપી Truecaller મારફત ફોન કરી માહિતી મેળવતો જેમાં ખાસ કરીને મહિલાઓના નંબરની વિગત મેળવી તેઓને ફોન કરી ભૂલ થી તમારામાં એક ઓ.ટી.પી. નંબર આવેલ છે તે આપો તેમ કહી ઓ.ટી.પી. નંબર મેળવી તે મહિલાનું વ્હોટસએપ હેક કરી તેઓના બાળકો જે સ્કુલમાં અભ્યાસ કરતા હોય થે સ્કૂલ/ સંસ્થાના સંચાલકનુ નામ ધારણ કરી સ્કુલના વ્હોટસએપ ગૃપમા જોડાયેલ વાલીઓ પૈકી ખાસ કરીને મહિલાઓને મેસેજ તથા ફોન કરી સ્કૂલ ફીના નામે, સગા વ્હાલઓને ઇમોશનલી બ્લેક મેઇલ કરી તથા ડરાવી ધમકાવી બળજબરીથી નાણા પડાવવાનો છે.