Homeગુજરાતમોરબીજાંબુડિયા પાસે માર્બલ કારખાનામાં ચોરી; રૂ. 40 હજારનો લાઇવ કેબલ વાયર કાપી... મોરબી જાંબુડિયા પાસે માર્બલ કારખાનામાં ચોરી; રૂ. 40 હજારનો લાઇવ કેબલ વાયર કાપી તસ્કરો ફરાર By morbisahyognews July 14, 2026 137 Share FacebookXPinterestWhatsApp દીવાલ ટપી કારખાનામાં ઘૂસેલા બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલા એક માર્બલ કટીંગના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રાત્રિના અંધકારનો લાભ લઈ બે અજાણ્યા શખ્સો કારખાનાની દીવાલ ટપી અંદર ઘૂસ્યા હતા અને ચાલુ ઈલેક્ટ્રિક લાઈનનો કિંમતી કેબલ વાયર કાપીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ પર આવેલા ફ્લોરા-૫૭માં રહેતા અને જાંબુડિયા ગામની સીમમાં ‘રોલેક્સ સ્પે ડાયલ’ નામની ભાગીદારી પેઢીમાં માર્બલ કટીંગનું કારખાનું ધરાવતા અંકુરભાઈ ડાયાભાઈ કગથરાએ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ભાગીદારી પેઢીના રોલેક્સ સ્પે ડાયલ નામના મારબલના કારખાનામાં મોડી રાતના સમયે કોઈ અજાણ્યા બે ઇસમો ચોરી કરવાના ઇરાદે કારખાનાની દિવાલ ટપી ગુપ્ત પ્રવેશ કરી કારખાનામાં ગોડાઉનની બહાર ચાલુ ઇલેકટ્રીક લાઇનના લગાવેલ ૧૦ એમ.એમ.ના કેલબ વાયર અંદાજે ૮૦ મીટર જેની કી.રૂ. ૪૦,૦૦૦/- ગણી શકાય જે તોડી કાપી ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026