Homeગુજરાતમોરબીહળવદમાં વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા દશ ઈસમો ઝડપાયાં 

હળવદમાં વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા દશ ઈસમો ઝડપાયાં 

હળવદ ટાઉન વિસ્તારમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા કુલ આરોપી-૧૦ ને કુલ રોકડ રૂપિયા ૧,૦૩,૩૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ ટાઉન વિસ્તાર આરોપી જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર રહે. હળવદ ધરતી નગર તા.હળવદ જી.મોરબી વાળાની વાડીએ જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા કુલ દશ આરોપી જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર રહે. હળવદ ધરતી નગર તા.હળવદ જી.મોરબી, લગધીરસિંહ હનુભા ઝાલા રહે. હળવદ ભવાનીનગર ઢોરો તા.હળવદ, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, કાળુભાઈ રત્નાભાઈ કણઝરીયા રહે.હળવદ શંકરપરા તા.હળવદ, મહેશભાઈ ટીનાભાઈ થરેસા રહે હળવદ પંચમુખી ઢોરો તા.હળવદ, અનિલભાઈ જયંતીભાઈ સનુરા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા રહે હળવદ પંચમુખી ઢોરો તા.હળવદ, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, જેસીંગભાઈ કરણાભાઈ ભુંભરીયા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, ઝાલાભાઈ હિન્દુભાઇ જાદવ રહે. હળવદ પંચમુખી ઢોરો તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૧,૦૩,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular