Homeગુજરાતમોરબીમોરબીમાં ફૂડ શાખાનું કડક ચેકિંગ: 40 ખાણી-પીણીની પેઢીઓમાં દરોડા,

મોરબીમાં ફૂડ શાખાનું કડક ચેકિંગ: 40 ખાણી-પીણીની પેઢીઓમાં દરોડા,

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ શાખાની ટીમ દ્વારા નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ અને અવની ચોકડી સહિતના વિસ્તારોમાં ખાણી-પીણી તેમજ ફરસાણની અંદાજે 40 જેટલી પેઢીઓમાં આકસ્મિક નિરીક્ષણ (ચેકિંગ) હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનાર વેપારીઓને કડક નોટિસ ફટકારી નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ દરમિયાન નીચે મુજબની પેઢીઓ સામે પગલાં લેવાયા:

પશુપતિનાથ ચાઇનીઝ (નવલખી રોડ): અહીં તપાસ દરમિયાન વાસી નૂડલ્સ, હાનિકારક ફૂડ કલર તેમજ અત્યંત અનહાઇજેનિક (અસ્વચ્છ) સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત ફૂડ લાઇસન્સ પણ ન હોવાના કારણે આ પેઢીને ‘ગ્રીન નોટિસ’ ફટકારવામાં આવી છે.

ગુરુજી ફાસ્ટફૂડ (રવાપર ચોકડી): આ પેઢીમાંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને પ્રતિબંધિત ફૂડ કલરનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

સાઇઝ ઝીરો કેફે (Size Zero Café):

અહીં એક્સપાયરી ડેટ (વપરાશની અંતિમ તારીખ) વગરના પાઉં અને પિઝા બેઝનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે આરોગ્ય માટે જોખમી હોવાથી સ્થળ પર જ તેનો નાશ કરાયો હતો.

ચેતના સ્વીટ્સ એન્ડ નમકીન: આ દુકાનમાંથી એક્સપાયરી ડેટ વગરના નમકીનના ફૂડ પેકેટો મળી આવ્યા હતા, જેનો ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક નાશ કર્યો હતો.

ફૂડ શાખાના જણાવ્યા અનુસાર, જે પણ પેઢીઓમાં ફૂડ લાઇસન્સ વગર ગેરકાયદેસર કામગીરી થતી હતી અને જ્યાં અસ્વચ્છતા જોવા મળી છે, તે તમામ પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. વેપારીઓને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં જો આવી બેદરકારી રિપીટ થશે તો દુકાન સીલ કરવા સહિતના વધુ કડક પગલાં ભરવામાં આવશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular