Homeગુજરાતમોરબીસાસરિયાના મહેણાં-ટોણાંથી કંટાળી મોરબીમાં પરિણીતાએ પીધી ઝેરી દવા; સાસુ, જેઠ અને જેઠાણી... મોરબી સાસરિયાના મહેણાં-ટોણાંથી કંટાળી મોરબીમાં પરિણીતાએ પીધી ઝેરી દવા; સાસુ, જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધાયો By morbisahyognews July 11, 2026 650 Share FacebookXPinterestWhatsApp કામ બાબતે સતત માનસિક ત્રાસ અને અપમાનનો આક્ષેપ; મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસ શરૂ મોરબીના જોધપર નદીની સીમમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ સાસુ, જેઠ અને જેઠાણીના અસહ્ય માનસિક ત્રાસ અને મહેણાં-ટોણાંથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદીની સીમમાં આવેલી બારામભાઈની વાડીએ પોતાના સંયુક્ત પરિવાર સાથે રહેતી રજીયાબેન જબારખાન બલોચ (ઉ.વ.૨૨) એ આરોપી જરીનાબેન મીરખાન બલોચ, રૂસ્તમખાન મીરખાન બ્લોચ રહે. બંને મોરબી તથા જેનમબેન મોહમદ ખાન બલોચ રહે. હડમતીયા તા. ટંકારાવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી રજીયાબેન જબારખાન બલોચને તેમના સાસુ જરીનાબેન તથા જેઠ રૂસ્તમભાઈ તથા જેઠાણી જેનમબેન કામ બાબતે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા તેમનાથી કંટાળી જઈ ફરિયાદી પોતે પોતાની મેળે ઘાસમા છાંટવાની દવા પી જતા ત્રણેય આરોપીઓએ ફરિયા દીને કામ બાબતે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા હોય રોજ-રોજના આ ઘરકંકાસ અને સાસરિયા પક્ષના અસહ્ય મહેણાં-ટોણાંથી આખરે કંટાળી જઈને રજીયાબેને પોતાના ખેતરમાં પડેલી ઘાસમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી બે ઢાંકણા દવા પી લીઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026