સાત વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નની અદાવત રાખીને દાદિના બેસણામાં આવેલ દંપતી પર સગા ભાઈએ જ પોતાની બહેન, બનેવી અને માસૂમ બાળકો પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના વતની અને હાલ મોરબીની પીપળી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા લતાબેન આકરીયા (ઉ.વ.૨૭)એ આરોપી તેમના જ સગાભાઇ અશ્વિનભાઈ હનુભાઈ વિઠલાપરા રહે. ડુંગરપુર ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ સાતેક વર્ષ પહેલા ડુંગરપુર ગામના અનિલભાઈ ભરતભાઈ આકરીયા સાથે લવ મેરેજ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીના મોટાભાઈ આરોપીએ ફરીયાદી તથા તેમના પતિ કાર લઇને ડુંગરપુર ગામે આવતા આરોપી લાકડાનો ધોકો લઈ આવી ફરીયાદી તથા તેના પતિને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.