Homeગુજરાતમોરબીટંકારામાં વ્યાજખોરીનો આતંક: લાખોનું વ્યાજ ચૂકવ્યા છતાં યુવકને ધમકી, કાર પડાવી લીધી મોરબી ટંકારામાં વ્યાજખોરીનો આતંક: લાખોનું વ્યાજ ચૂકવ્યા છતાં યુવકને ધમકી, કાર પડાવી લીધી By morbisahyognews July 10, 2026 917 Share FacebookXPinterestWhatsApp ઓટાળા ગામના પટેલ યુવકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી; 1.45 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં કાર પડાવી, જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા યુવકે સિરામિક ટાઇલ્સ માર્કેટિંગના ધંધા અર્થે લીધેલી રકમ સામે લાખો રૂપિયાનું માતબર વ્યાજ ચૂકવવા છતાં, વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની બે શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને ખેતી કરતા બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા (ઉ.વ.૩૦) એ આરોપી જયદીપભાઇ બાબુભાઈ બસીયા રહે. મિતાણા તા. ટંકારા તથા રવી જીલરીયા રહે. રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને સને ૨૦૨૪ મા રુપીયાની જરુર પડતા આરોપી જયદીપ બાબુભાઈ બસીયા પાસેથી રૂ.૧૭ લાખ વ્યાજે લીધેલ હતા અને તે રૂપીયા પૈકી રૂ.૧૩ લાખનુ રોજનુ રૂ. ૧૩ હજાર અને ૪.૦૪ લાખનુ રોજનુ ૦.૦૬ હજાર લેખે આજ દીન સુધીમા રૂ.૦૧ કરોડ ૧૦ લાખ વ્યાજના ચુકવેલ હોય તેમજ ફરીયાદીને સને ૨૦૨૫ મા વધુ રૂપીયાની જરુર પડતા આરોપી રવિભાઈ ઝીલરીયા પાસેથી રૂ.૧૩ લાખ વ્યાજે લીધેલ જે રૂપીયા પૈકી રૂ.૦૭ લાખનુ રોજનુ સાડા દશ હજાર વ્યાજ અને બીજા રૂ.૦૬ લાખનુ રોજનુ રૂ.૦૬ હજાર લેખે આજ દિન સુધીમા રૂ.૩૫ લાખ વ્યાજના ચુકવેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદીને તથા તેમના પરીવારને મહાવ્યથા નો ડર-ભય બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી રવીએ ફરીયાદીની માલીકીની વર્ના ગાડી રજીસ્ટર નં. GJ-36-R-7008 ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક પડાવી લીધી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026