Homeગુજરાતમોરબીમોરબીના સાદુળકા ગામની સીમમાંથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબીના સાદુળકા ગામની સીમમાંથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલ એક કારખાનાના ગેટ બહારથી શ્રમિકની કિંમતી બાઇક અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની અને હાલ મોરબીના સાદુળકા ગામની સીમમાં આવેલા લેમીકોન વૂડલેન્ડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ડ્રાઇવીંગ કામ કરતા ખીમરાજભાઈ વેશીયાભાઈ મેડાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર: MP-45-ZL-1885 વાળુ સાદુળકા ગામની સીમમાં આવેલ લેમીકોન વૂડલેન્ડ કારખાનાના બહાર પાર્ક કરેલ હોય ત્યાંથી ૭૦ હજારની કિંમતવાળુ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular