Homeગુજરાતમોરબીલજાઈ PHC વિસ્તારમાં ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત સઘન સર્વેલન્સ, વાહકજન્ય રોગ નિયંત્રણની...

લજાઈ PHC વિસ્તારમાં ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત સઘન સર્વેલન્સ, વાહકજન્ય રોગ નિયંત્રણની ઝુંબેશ તેજ

ઘર-ઘર સર્વે, લોહીના નમૂના, ટેમીફોસ સારવાર અને આરોગ્ય જાગૃતિ અભિયાન હાથ ધરાયું

મોરબી: જિલ્લા પંચાયત મોરબીની આરોગ્ય શાખા દ્વારા જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ હેઠળના તમામ ગામોમાં સઘન સર્વેલન્સ અને વાહકજન્ય રોગ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલિયાના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના મેડિકલ ઓફિસર ડૉ. મૌલિક પટેલના માર્ગદર્શન અને એમ.પી.એચ.એસ. સુરેશચંદ્ર બોપલિયાના સુપરવિઝન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર સર્વે કરવામાં આવ્યો હતો.

આ ઝુંબેશ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના સંભવિત કેસોની શોધખોળ કરી જરૂરી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ મચ્છરોના પ્રજનન સ્થળોની તપાસ કરી પોરાનાશક દવાનો છંટકાવ, બિનજરૂરી પાણીના ભરાવા દૂર કરવાની કામગીરી તથા ખુલ્લા પાણીના પાત્રોમાં ટેમીફોસ દ્વારા જૈવિક નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઘરમાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા, પક્ષીઓ માટેના કુંડ નિયમિત સાફ કરવા તેમજ ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શાળાઓમાં આરોગ્ય શિક્ષણ, જાગૃતિ રેલી, પત્રિકા વિતરણ, ગ્રામજનો સાથે કોમ્યુનિટી મીટિંગ, જૂથ ચર્ચા તેમજ વોટ્સએપ ગ્રુપ મારફતે સંદેશાઓ પ્રસારિત કરીને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચવા અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular