Homeગુજરાતમોરબીહિરાપર નજીક કારખાનામાંથી બે પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ સાથે સિક્યુરિટી ગાર્ડ...

હિરાપર નજીક કારખાનામાંથી બે પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

હીરાપર ગામ નજીક ફ્લોરીમ કારખાનામાં ટંકારા પોલીસનો દરોડો, રૂ. 47,200નો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે હીરાપર ગામના પાટિયા પાસે આવેલા ફ્લોરીમ કારખાનાની સિક્યુરિટી ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના રાજીવસિંહ રઘુરાજસિંહ ઠાકોર (ઉં.વ. ૪૬) નામના શખ્સના થેલામાંથી દેશી બનાવટની ૨ લોખંડની મેગ્ઝીનવાળી પિસ્તોલ અને ૧૧ નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપી પાસે હથિયાર રાખવાનું કોઈ લાયસન્સ ન હોવાથી પોલીસે પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૪૭,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular