મોરબી તાલુકાના મોડપર ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને એક શખ્સે ઘરમાં આવીને યુવક સાથે મારામારી કરી તેમજ મહિલાઓ સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોડપર ગામે દેવીપૂજક વાસમાં રહેતા કાજલબેન અક્ષયભાઈ સોલંકીએ આરોપી ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીને ફરીયાદિના પતિ સાથે આજથી આશરે એકાદ માસ પહેલા ફોનમા બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરીયાજિના પતિને ફોન કરી પીપળીયા ચાર રસ્તા બોલાવતા ફરીયાદિના પતિ પીપળીયા ચાર રસ્તા ખાતે ન જતા આરોપી ફરીયાદિના ઘર પાસે આવી ભૂંડા બોલી ગાળો આપી ફરીયાદિના પતિને બે-ત્રણ લાફા મારી મુંઢ ઈજાઓ પહોંચાડી સાથી આશાબેનનુ બાવડુ પકડી ધકો મારી પાડી દઈ પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.