મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી બેસતા બાતમીવાળી સ્વીફ્ટ કાર GJ-12-FC 2207 વાળી પીછો કરતા કારને પોલીસે રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ભગાડી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતા બુટલેગરે એસ્સાર પંપ નજીક કાર બાવળના ઝાડ સાથે અથડાવી દીધી હતી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૧૩ કિંમત રૂપિયા ૬૭૫૦૫ તથા કાર કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૩,૬૭,૫૦૫ નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.