મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ભાઈ-ભાભી સાથે બોલાચાલી કરી રહેલા પાડોશી બે ભાઈઓને ઝઘડો કરવાની ના પાડતા એક યુવક પર છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ માળિયા વનાળીયા વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા કમલેશ ઉર્ફે નિલેશભાઈ હરીભાઈ બાંભણવા (ઉં.વ. ૨૮)એ આરોપી પંકજભાઈ પાલાભાઈ બારોટ તથા દિનેશભાઇ પાલાભાઈ બારોટ રહે. માળીયા વનાળીયા સોસાયટી તા.જી. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદિના ભાભી સાથે બોલા ચાલી કરતા હોય જેથી ફરીયાદિએ આરોપીઓને બોલા ચાલી ન કરવા નુ કહેતા બન્ને આરોપીઓ ઉશકેરાઈ જઈ ફરીયાદિને જેમફાવે તેમ ગાળો આપી આરોપી દિનેશભાઇએ ફરીયાદિને પાછળથી પકડી આરોપી પંકજભાઈએ છરી કાઢતા ફરીયાદી છરી પકડવા જતા ઝપા-ઝપી થતા આરોપી દિનેશભાઇએ ફરીયાદિને છાતીના ભાગે ડાબા ખંભા પાસે તથા ડાબા હાથમાં કાંડાથી કોણી વચ્ચે છરી વડે છરકા કરી સામાન્ય ઈજા કરી બાદ આરોપી પંકજભાઈનાએ ફરીયાદિને લાકડાના ધોકાથી જમણા પગમાં મુઢ ઇજા પહોંચાડી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.