મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા અને ગાંધીનગર ખાતે BSFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક જવાન પર મોડપર ગામે જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કરી મૂંઢ ઇજાઓ પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે રહેતા અને ગાંધીનગર ખાતે બી.એસ.એફમા જી.ડી. વર્ગના કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.વ.૩૫) એ આરોપી અક્ષયભાઈ વિનુભાઈ તથા ઉમેશભાઈ શાંતિલાલ રહે. બંને મોડપર ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી ફરીયાદિને ભુંડા બોલી ગાળો આપી આરોપી અક્ષયભાઈએ ફરીયાદિને પકડી રાખી બે પગ વચ્ચે ગુપ્ત ભાગે એક પાટુ મારી તેમજ આરોપી ઉમેશભાઈએ ફરીયાદિના ડાબા ખંભાના ભાગે હાંસળીના ભાગે લોખંડનો પાઇપ મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.