મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળી હતી કે મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતો નવઘણભાઈ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા પોતાના ઘર બહાર રાખેલી લારીમાં દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરે છે. આ મળલ બાતમીના આધારે બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો.ત્યારે આરોપી નવઘણભાઈના બંધ મકાનની બહાર એક લાકડાની લારી પડી હતી.
પોલીસે લારી પર ઢાંકેલો લાલ કલરનો પ્લાસ્ટિકનો આઈસ બોક્સ ખોલીને તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના થેલામાં છુપાવેલો વિદેશીના ચપલા નંગ -૩૫ કિંમત રૂપિયા ૪૯૩૫ નો મુદામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.