Homeગુજરાતમોરબીસરકારી જમીનમાંથી રેતી ચોરીનો પર્દાફાશ: રાજકોટ રેન્જ ટીમનો સપાટો, રૂ. 63.05 લાખનો...

સરકારી જમીનમાંથી રેતી ચોરીનો પર્દાફાશ: રાજકોટ રેન્જ ટીમનો સપાટો, રૂ. 63.05 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના નોલી ગામના સ્મશાન પાસે આવેલી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો સામે રાજકોટ રેન્જ પોલીસ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન એક ડમ્પર, એક ટ્રેક્ટર, એક લોડર તેમજ રેતી ચાળવાનો ચારણો સહિત કુલ અંદાજે રૂ. 63.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનીજ ચોરી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને તેમની ટીમે સફળ દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન પ્રતાપભાઈ વાસ્તુભાઈ ખાચર અને તેના સાગરિતો સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ડમ્પર, ટ્રેક્ટર, લોડર તથા અન્ય સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી માટે ધજાળા પોલીસ તથા ખાણ-ખનીજ વિભાગને સોંપ્યા છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular