મોરબી તાલુકાના સાપર ગામની સીમમાંથી અને તળાવિયા શનાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પર વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિંમત રૂપિયા ૧૦૮૦ ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઈ બચુભાઇ બળોધરા રહે. હળવદવાળાને ઝડપી પાડયો હતો. જ્યારે બીજી રેઇડ મોરબીના તળાવિયા શનાળા ગામેથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૭ કિંમત રૂપિયા ૧૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી રોહિતભાઈ રાજેશભાઈ કગથરા રહે. તળાવિયા શનાળા ગામ તા. મોરબીવાળાને ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.