Homeગુજરાતમોરબીમોરબીના પીપળી રોડ પર તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ફાયર ટીમે બોડી...

મોરબીના પીપળી રોડ પર તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ફાયર ટીમે બોડી બહાર કાઢી

મોરબીના પીપળી રોડ પર આવેલી બેલ્ટા સીરામીક પાછળના તળાવમાં એક યુવાન ડૂબી ગયો હોવાનો કોલ સવારે ૧૦:૦૦ વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમને (૧૦૧) મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે યુદ્ધના ધોરણે સરાહનીય અને સફળ કામગીરી હાથ ધરીને ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો.

આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર મૃતકની ઓળખ અંદાજે ૧૮ વર્ષીય સંજય માલમુમુ (રહે. ભાડાપાઈ, ઝારખંડ) તરીકે થઈ છે. ઘટના અંગે સ્થાનિક પોલીસ ટીમને તાકીદે જાણ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular