Homeગુજરાતમોરબીમાળિયા મિયાણામાં જૂની અદાવતમાં બાઇક સવારો પર સ્વિફ્ટ કાર ચડાવી જીવલેણ હુમલો:... મોરબી માળિયા મિયાણામાં જૂની અદાવતમાં બાઇક સવારો પર સ્વિફ્ટ કાર ચડાવી જીવલેણ હુમલો: હવામાં ફાયરિંગથી ચકચાર By morbisahyognews July 3, 2026 210 Share FacebookXPinterestWhatsApp માળિયા મિયાણામાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવકો પર સ્વિફ્ટ કાર ચડાવી, લાકડીના ધોકા વડે બેરહેમીથી માર મારી અને છેલ્લે જીવ લેવાના ઈરાદે જાહેરમાં બંદૂકમાંથી ધડાધડ ફાયરિંગ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ માળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા ઈદ્રીશભાઈ જાકમભાઈ માલાણીએ આરોપી દિનમામદ જુનુસ જેડા, ગુલામ જુનુસ જેડા, જાવેદ અમરૂદિન જેડા, જાકીર આમદ જેડા રહે. બધા જખરીયા વાંઢ વિસ્તાર માળિયા મીયાણાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ સાથે અંગાઉ સાથી ઇમરાનને બોલાચાલી થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સફેદ કલરની સ્વીફટ ગાડીમાં આવી ફરીયાદી તથા સાથી ઇમરાનના મોટર સાયકલ નંબર GJ – 36-AM-4720 વાળાને પાછળથી મારી નાખવાના ઇરાદે ટકકર મારી પાડી દઈ તેમજ આરોપી જાવેદ અમરૂદીન જેડા તથા જાકીર આમદ જેડાએ ધોકાથી ફરીયાદીને જમણા પગમાં ઢીચણથી નિચે ઘા મારી ઇજા કરી તેમજ સાથી ઈમરાનને શરીરે ધોકાના ઘા મારી તેમજ ઈમરાન ભાગતા તેના ઉપર આરોપીઓ દિનમામદ જુનુસ જેડા તથા ગુલામ જુનુસ જેડા બંધુક જેવા હથીયારથી મારી નાખવાને ઇરાદે ફાયરીંગ કરી બંન્ને પગમાં ગંભીર ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા અધીનીયમ ૨૦૨૩ ની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૩(૫) આર્મ્સ એકટ કલમ ૨ ૫(૧-બી) (એ), ૨૭(૧),૨૭(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026