Homeગુજરાતમોરબીવાંકનેરમાં ડિગ્રી વગર એલોપેથિક અને આયુર્વેદિક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

વાંકનેરમાં ડિગ્રી વગર એલોપેથિક અને આયુર્વેદિક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

વાંકાનેરમાં કોઈપણ શૈક્ષણિક લાયકાત વિના ઇન્જેક્શન અને એલોપેથિક દવાઓ આપતા એક બોગસ ડોક્ટરની વાંકાનેર સીટી પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વાંકનેરની ગુલશનપાર્ક સોસાયટીમાં એક ઇસમ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમી ૧૧૨ જનરક્ષક કંટ્રોલ રૂમ દ્વારા મળી હતી. આ બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનેસાથે રાખી સાંજના સમયે ગુલશનપાર્ક સોસાયટીમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દવાખાનામાંથી ડો. જે.કે. પઠાણ તરીકે ઓળખાતો અને ડિગ્રી વગર જ હરસ, મસા, ભગંદર તેમજ ફિશરની આયુર્વેદિક તથા એલોપેથિક સારવાર, દવાઓ અને ઇન્જેક્શન આપતો ઇસમ જાકિરખાન બસીરખાન પઠાણને રૂ. 3000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular