Homeગુજરાતમોરબીલાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનો અનોખો સેવા યજ્ઞ: 255 વિદ્યાર્થીઓને બોલપેન, વક્તૃત્વ...

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનો અનોખો સેવા યજ્ઞ: 255 વિદ્યાર્થીઓને બોલપેન, વક્તૃત્વ સ્પર્ધા અને નાસ્તા સાથે શૈક્ષણિક પ્રોત્સાહન

મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા શૈક્ષણિક વિકાસ અને હંગર પ્રોજેક્ટ અંતર્ગત લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળામાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫-૨૬ના લાયનિઝમના અંતિમ દિવસે પ્રમુખ લાયન હરખજીભાઈ ટી. સુવારિયાનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમના સન્માનમાં શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ દ્વારા પુસ્તકરૂપે સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઝેડ સી અને મંત્રી લાયન કેશુભાઈ દેત્રોજા, પૂર્વ પ્રમુખ લાયન ટી.સી. ફુલતરિયા, લાયન અમરશીભાઈ અમૃતિયા, ખજાનચી લાયન ચંદુભાઈ કુંડારિયા તેમજ પૂર્વ ખજાનચી લાયન મણિલાલ જે. કાવર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબના હોદ્દેદારોના હસ્તે પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શાળાના તમામ ૨૫૫ વિદ્યાર્થીઓને બોલપેનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. નાસ્તા તેમજ વિજેતા વિદ્યાર્થીઓના ઇનામોનું સૌજન્ય પ્રમુખ લાયન હરખજીભાઈ ટી. સુવારિયાએ પૂરું પાડ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ શાળાના આચાર્ય અરવિંદભાઈ સાણંદિયાએ કરી હતી. આ અંગેની માહિતી ઝેડ સી અને મંત્રી લાયન કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular