Homeગુજરાતમોરબીટંકારા: ઘુનડા તળાવમાંથી થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝબ્બે

ટંકારા: ઘુનડા તળાવમાંથી થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝબ્બે

ટંકારા પોલીસ સ્ટેશનની હદના ઘુનડા ગામની સીમમાં તળાવમાંથી ચોરી થયેલ કેબલ વાયર ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી, ગુન્હો આચરનાર એક આરોપીને કુલ કિં.રૂ. ૮૨,૬૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચ મોરબી તથા ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી./પેરોલ સ્ટાફના તથા ટંકારા પોલિસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ વણશોધાયેલ ગુનો શોધીકાઢવા અંગેની કામગીરી કરવા મોરબી જિલ્લા વિસ્તારમાં કાર્યરત હોય તે દરમ્યાન તાબાના સ્ટાફને ખાનગી રહે હ્યુમન સોર્સીષથી બાતમી મળેલ કે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ કે ઘુનડા (સ) ગામની સીમમા આવેલ ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાં રહેલ મોટરના કોપર વાયર આશરે ૧૫૦ ફુટ જેનો આશરે વજન ૨૦ કિગ્રા. કિં.રૂ.૬૦૦૦/- કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ગુનો રજીસ્ટર થયેલ હોય આ ગુનો વણશોધાયેલ હોય જે ગુનો આચરનાર આરોપી મહાવીરભાઇ મનોજભાઇ રાઠોડ મોરબી-૨ મહેન્દ્રસિંહજી હોસ્પીટલની સામે આઠ ઓરડીમાં તા.જી.મોરબીવાળો ઇસમ મુદામાલ સાથે મળી આવતા કિંમત રૂપિયા ૮૨,૬૦૦નો મુદામાલ કબજે કરેલ છે તથા અન્ય ત્રણ શખ્સો વિપુલ આનંદભાઇ આમરોણીયા રહે.રાજકોટ તથા ડાડા નામની વ્યક્તિ રહે. રાજકોટ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular