Homeગુજરાતમોરબીવાંકાનેર તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી,વ્યાજખોરી કેસમાં રૂ. 7.19 લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો

વાંકાનેર તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી,વ્યાજખોરી કેસમાં રૂ. 7.19 લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો

વ્યાજખોરીના ગુનામાં સોનાના દાગીના, સ્વિફ્ટ કાર અને સ્પ્લેન્ડર બાઈક સહિતનો મુદ્દામાલ માલિકોને પરત સોંપાયો

વાંકાનેર તાલુકામા વ્યાજના ચક્રમાં ફસાયેલ ઇસમની ફરીયાદ મુજબ આરોપીઓ પાસેથી સોનાના ઘરેણા તથા સ્વીફ્ટ કાર તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ આરોપીઓ પાસેથી રિકવર કરી ફરીયાદી તથા સાથીઓનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

ગઇ તા.૩૧/૦૫/૨૦૨૬ના રોજ ફરીયાદી પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયા રહે. રાતાવીરડા તા.વાંકાનેર વાળાએ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ વટાવની ફરીયાદ કરવા આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી તેમજ અન્ય બે સાથીઓ ભનુભાઇ લાલજીભાઇ કુણપરા રહે રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી તથા સવશીભાઇ જાદવભાઇ કુણપરા રહે રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી વાળાના નિવેદન આધારે ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ જેમાં આરોપી બીજલભાઇ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા રહે. લાકડધાર તા.વાંકાનેર જિ.મોરબી વાળાએ ફરીયાદી પાસેથી વ્યાજ પેટે એક સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં.GJ-36 BC-0783 કિ.રૂ.૩૦,૦૦૦/- વાળુ પડાવી લિધેલ તેમજ સહ આરોપી હિતેશભાઈ મગનભાઈ કકાસણીયા રહે. ૨૦૨ પુશ્કર એપાર્ટમેન્ટ વર્ધમાન ચોકડી રવાપર રોડ તા. જિ.મોરબી વાળાએ સાથી ભનુભાઇ લાલજીભાઇ કુણપરા રહે રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી વાળાની સ્વીફ્ટ કાર રજીસ્ટર નં. GJ-36-AJ-6096 કી.રૂ.૩,૦૦,૦૦૦/- વાળી વ્યાજ પેટે પડાવી લિધેલ તેમજ આ કામે ફરીયાદી તથા બન્ને સાહેદોના સોનાના ઘરેણા જેનુ કુલ વજન આશરે ૮૯.૯૩ ગ્રામ કુલ કી. રૂ ૭,૧૯,૪૪૦/- વાળુ વ્યાજ પેટે પડાવી લિધેલ હોય સદરહુ તમામ મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરી તપાસના કામે કબ્જે કરવામાં આવેલ જે તમામ મુદ્દામાલ આજે નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ વાંકાનેર એસ.એચ.સારડા દ્વારા ફરીયાદી તથા સાથીને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર વાંકાનેર તાલુકા પોલીસએ સાર્થક કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular