પત્નીને તેડવા મુદ્દે ઉગ્ર ઝઘડો; વચ્ચે પડનાર મહિલાને પણ ઈજા, પોલીસે આરોપી સામે કાર્યવાહી શરૂ કરી
હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે પત્નીને તેડવા બાબતે થયેલા ઝઘડામાં જમાઈએ ઉશ્કેરાઈ જઈ પોતાના જ સસરા પર છરી વડે જીવલેણ હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા ભારતીબેન અલ્પેશભાઈ ઉડેચા (ઉ.વ.૩૯) એ આરોપી જસમતભાઈ જગામલભાઈ કુણપરા રહે. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના નણંદ ગીતાબેનના આરોપી સાથે છુટા છેડા થઈ ગયેલ હોવા છતાં ગીતાબેનને તેડવા આવેલ હોય જેથી ફરીયાદી તથા સાથીઓએ ના પાડતા આરોપી જશમતભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ છરી કાઢી સાથી ફરીયાદીના સસરા લક્ષ્મણભાઈને મારી નાખવાના ઇરાદાથી ગળાના ભાગે છરીનો ઘા મારી ગળાની જમણી બાજુ ગંભીર ઇજા કરી તથા બીજો ઘા કરતા ફરીયાદીએ પકડી લેતા ફરીયાદીને ડાબા હાથની હથેળીમા ઇજા કરી ફરીયાદી તથા સાથીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.