મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ખોડિયાર કોમ્પ્લેક્સમાં તસ્કરોએ શ્રી મેલડી કૃપા મોટર રીવાઇન્ડિંગ’ નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ કોઈ વજનદાર વસ્તુ વડે દુકાનનું લોખંડનું શટર ઊંચું કર્યું હતું. તસ્કરો દુકાનમાંથી અંદાજે 100 કિલો કોપર વાયર, હાઇડ્રોલિક પુલર અને બેરિંગના કાર્ટન મળી કુલ રૂ. 1,42,000ની કિંમતી મતાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના વતની અને હાલ મોરબીના પંચાસર નાની કેનાલ રોડ પર રહેતા અને મોટર રીવાઇન્ડીંગનુ કામ કરતા વિવેકભાઈ મનસુખભાઈ ભાલોડીયા(ઉ.વ. ૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ખોખરા હનુમાન રોડ પર ખોડીયાર કોમ્પલેક્ષમા આવેલ શ્રી મેલડી કૃપા નામની મોટર રીવાઇન્ડીંગની દુકાનમાં મોડી રાતના સમયે પાંચેક અજાણ્યા ઇસમો ચેહેરા સ્પષ્ટ ન દેખાય તેવી રીતે આડશ બાંધી રાખી દુકાનનું શટર ઉંચુ કરી દુકાનમાં ગુપ્ત અપપ્રવેશ કરી દુકાનમાં રહેલ વેસ્ટ કોપર તથા નવા જુના કોપર વાયર અંદાજે ૧૦૦ કીલો કી.રૂ. ૧,૦૯,૦૦૦/- તથા હાઇડ્રોલીંક પુલર કી.રૂ. ૮૦૦૦/- તથા નાની મોટી સાઇઝના એસ.એસ.ના બરેીંગ પાંચ કાર્ટન જેની કી.રૂ ૨૫૦૦૦/- ગણી કુલ.રૂ. ૧,૪૨, ૮૦૦/- ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.